Episodes
શ્રીમદ્ ભાગવતના આ છેલ્લા અધ્યાયમાં આપણે ભાગવતનું સ્વરૂપ, પ્રમાણ, શ્રોતા અને વક્તા ના લક્ષણો, તેની શ્રવણવિધિ અને મહાત્મ્યની કેટલીક વાતો કરીશું. જય શ્રી કૃષ્ણ. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 11/21/21
આજના અધ્યાયમાં આપણે શ્રીમદ્ ભાગવતની પરંપરા અને તેનું મહત્વ, તથા ઉદ્ધવજીએ બૃહસ્પતિજી પાસેથી સાંભળેલી ભાગવત શ્રવણ ની વાર્તા કરીશું. ભાગવતજી ના શ્રવણથી શ્રોતાઓને ભગવતધામ ની પ્રાપ્તિ થાય છે તેના વિષયે પણ આપણે આજે જાણીશું. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 11/20/21
આજના અધ્યાયમાં આપણે યમુનાજી અને શ્રી કૃષ્ણ પત્નીઓનો સંવાદ, અને યમુનાજી દ્વારા દર્શાવેલા શ્રી કૃષ્ણ ના કીર્તન ઉત્સવમાં ઉદ્ધવજી ના પ્રગટ થવાની વાત સાંભળીશું. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/23/21
આજે આપણે ભાગવત પુરાણના મહાત્મ્ય નો પ્રથમ અધ્યાય સાંભળીશું, જેમાં પરીક્ષિત અને વજ્રનાભના મિલન, શાંડિલ્ય મુનિના મુખેથી ભગવાનની લીલાના રહસ્યનું અને વ્રજભૂમિના મહત્વનું વર્ણન સાંભળીશું. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/22/21
ભાગવત પુરાણના છેલ્લા અધ્યાયમાં આપણે વિભિન્ન પુરાણોની શ્લોકસંખ્યા અને શ્રીમદ ભાગવત નો મહિમા કેમ અનુપમ છે તેના વિશે સાંભળીશું. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/21/21
આજના અધ્યાયમાં આપણે શ્રીમદ્ ભાગવતની સંક્ષિપ્ત વિષય સૂચિ સાંભળીશું. તેના દ્વારા સુતજી આપણને સંપૂર્ણ ભાગવત નો મહિમા સંક્ષેપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/20/21
આજના અધ્યાયમાં આપણે ભગવાન ના અંગો, ઉપાંગો, અને આયુધો નું રહસ્ય સાંભળીશું. આ ઉપરાંત શૌનકજી  દ્વારા કરાયેલા પ્રશ્નના જવાબમાં, સુતજીએ કરેલું વિભિન્ન સૂર્યગણોનું  વર્ણન પણ સાંભળીશું. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/19/21
માર્કેન્ડય ઋષિ  પોતાના આશ્રમ પાસે ભગવાનના શરણાગત ભાવમાં તન્મય થઈ ગયા છે ત્યારે આકાશ માર્ગેથી વિચરણ કરતા ભગવાન શંકર, પાર્વતીજી, અને તેમના ગણ ત્યાં પધારે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને વરદાન માગવા કહે છે અને માર્કેન્ડય ઋષિ  ભગવાન પાસેથી તે ભગવાનના ચરણોમાં સ્થાપિત રહી શકે એવું  વરદાન માંગે છે. ભગવાન શંકર માર્કેન્ડય ઋષિને જણાવે છે કે તેઓ પોતાના ભક્તોને હૃદયમાં અને શિરોધાર કરે છે.  --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/18/21
ભગવાન નર-નારાયણ માર્કેન્ડય ઋષિ ને વરદાન માંગવા માટે આજ્ઞા કરે છે અને માર્કેન્ડય ઋષિ તેમની પાસે ભગવાનની માયા જોવા માટે ઈચ્છા કરે છે. થોડા સમય બાદ માર્કેન્ડય ઋષિ પ્રલયકાળમાં ફસાઈ જાય છે અને ત્યાં તેમને ભગવાનના બાલમુકુંદ સ્વરૂપનું દર્શન થાય છે. ભગવાનની આ અદભુત માયા ની વાત આપણે આ અધ્યાયમાં સાંભળીશું. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/17/21
આજના અધ્યાયમાં આપણે માર્કેન્ડય ઋષિ ની કથા, અને ભગવાનના નર નારાયણ સ્વરૂપ માં તેમની સામે પ્રગટ થવાની વાત, તથા માર્કેન્ડય ઋષિએ કરેલી ભગવાન નર-નારાયણ ખૂબ ઉમદા સ્તુતિ સાંભળીશું.   --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/16/21
આજના અધ્યાયમાં આપણે અથર્વવેદ ની શાખાઓ અને પુરાણોના 10 લક્ષણો વિષે વિસ્તારથી સાંભળીશું. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/15/21
શૌનકજીના પ્રશ્નના જવાબમાં, સુતજી, વ્યાસજી દ્વારા વેદોનું વિભાજન કેવી રીતે થયું તેના વિશે આપણને આ અધ્યાયમાં વ્યાખ્યાન કરે છે. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/14/21
એવા સમાચાર સાંભળતા કે તક્ષક નાગે  રાજા પરીક્ષિતને ડસી લીધા છે, પરીક્ષિતનો પુત્ર જન્મેજયખૂબ ઉગ્ર થઈ જાય છે. એ એવા પ્રકારના યજ્ઞનું આયોજન કરે છે કે જેમાં સાપો પોતાની જાતે જ આવીને હોમાઈ જાય. તક્ષક નાગને આ વાતની જાણ થતા તે ઇન્દ્રના રક્ષણમાં જાય છે, અને જ્યારે જન્મેજય ઈન્દ્ર અને તક્ષક બંનેને હોમવા માટે નો યજ્ઞ કરે છે, ત્યારે બૃહસ્પતિજી આવીને જન્મેજયને મૃત્યુના નિમિત્ત વિષયની વાત સમજાવે છે. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/13/21
આજના અધ્યાયમાં આપણે શ્રી શુકદેવજી નો અંતિમ ઉપદેશ સાંભળીશું. આ ઉપદેશમાં શ્રી શુકદેવજી આત્માના અજર અને અમર હોવાની વાત પરીક્ષિતને સમજાવે છે. --- Send in a voice message: https://anchor.fm/paurav-shukla/message
Published 10/12/21